કંડલા એરપોર્ટ 45.2 ડિગ્રી સાથે સૌથી ગરમ વિસ્તાર

હવામાન વિભાગે રાજ્યમાં આગામી બે દિવસ માટે આકરી ગરમી અને હીટવેવની ચેતવણી જાહેર કરી છે, જેમાં તાપમાનનો પારો 45 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચવાની શક્યતા છે, ત્યારે રાજ્યમાં 45.2 ડિગ્રી સાથે કંડલા એરપોર્ટ રાજ્યમાં સૌથી ગરમ વિસ્તાર બન્યો છે, જ્યારે પાંચ શહેરમાં તાપમાનનો પારો 44 ડિગ્રીને પાર કરી ગયો છે. જેમાં અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ, અમરેલી અને સુરેન્દ્રનગરનો સમાવેશ થયા છે.

હવામાન વૈજ્ઞાનિક પ્રદીપ શર્માના જણાવ્યા અનુસાર, મતદાનના દિવસે જ અમદાવાદમાં 44 ડિગ્રી તાપમાન નોંધાયું છે, જેના કારણે નાગરિકોને બપોરના સમયે બહાર ન નીકળવા અને સાવચેતી રાખવા સૂચના આપવામાં આવી છે

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબંદર, પાટણ અને સુરત જિલ્લામાં હીટવેવની અસર જોવા મળશે. જ્યારે આવતીકાલે કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબંદર, પાટણ ઉપરાંત બોટાદ અને અમદાવાદ જિલ્લામાં પણ કાળઝાળ ગરમી પડવાની શક્યતા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *