ભારતે ટી-20 વિમેન્સ એશિયા કપમાં જીત સાથે શરૂઆત કરી છે. ટીમે રવિવારે થાઈલેન્ડને 94 રનથી હરાવ્યું.
દુબઈ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં થાઈલેન્ડ 160 રનનો પીછો કરતા 16.1 ઓવરમાં 65 રન બનાવી ઓલઆઉટ થઈ ગયું.
150મી મેચ રમી રહેલી દીપ્તિ શર્માએ 3 વિકેટ ઝડપી અને કોઈ રન આપ્યો નહીં. તે વિમેન્સ ટી-20 ઇન્ટરનેશનલની ટોપ વિકેટ ટેકર પણ બની. નંદની શર્માએ પણ 3 વિકેટ લીધી. શ્રી ચરણીએ 2 વિકેટ લીધી.
પ્લેયર ઓફ ધ મેચ શેફાલી શર્માએ 36 બોલમાં 64 રન બનાવ્યા. તેની ઇનિંગ્સમાં 8 ચોગ્ગા અને 3 છગ્ગા સામેલ હતા. ભારતીય ટીમની બીજી મેચ 5 સપ્ટેમ્બરે પાકિસ્તાન સામે આ જ મેદાન પર થશે.
રવિવારે ટીમ ઇન્ડિયા મજબૂત શરૂઆત છતાં 159 રન જ બનાવી શકી હતી. તેણે છેલ્લા 46 રન બનાવવામાં 8 વિકેટ ગુમાવી દીધી.
આ પહેલા ટીમની ટોપ-3 બેટ્સમેનોએ 105 રન બનાવ્યા. જેમાં સ્મૃતિ મંધાનાના 22, શેફાલી વર્માના 64 અને પ્રતિકા રાવલના 22 રન સામેલ હતા. થાઈલેન્ડ તરફથી સુલેપોર્ન લાઓમીએ 3 વિકેટ ઝડપી.