ઈરાન પર હુમલો હાલ પૂરતો ટાળ્યો

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે ઈરાન પર પ્રસ્તાવિત સૈન્ય હુમલો હાલ પૂરતો ટાળી દેવામાં આવ્યો છે. તેમના મતે, ઈરાન અને કેટલાક મિડલ ઈસ્ટ દેશો તરફથી સમજૂતીનો પ્રસ્તાવ આવ્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો. ટ્રમ્પે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને દાવો કર્યો કે અમેરિકા ઈરાન પર મોટા સૈન્ય હુમલા માટે સંપૂર્ણપણે તૈયાર હતું.

તેમણે દાવો કર્યો કે સમજૂતીની રૂપરેખા પર સહમતિ બની છે, જેમાં હોર્મુઝ સ્ટ્રેટને તરત ખોલવું અને ઈરાનના પરમાણુ ખતરાને ખતમ કરવું શામેલ છે. ટ્રમ્પે એ પણ કહ્યું કે ઈઝરાયલ પણ આ નિર્ણયમાં અમેરિકાની સાથે છે.

આ પહેલા એક્સિયોસના રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે સાઉદી અરબના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાને ટ્રમ્પ સાથે ફોન પર વાત કરીને ઈરાન પર સંભવિત મોટા હુમલાને ટાળવા અને સંયમ રાખવાની અપીલ કરી હતી.

અમેરિકી વિદેશ વિભાગે પોતાના નાગરિકોને કહ્યું છે કે જો સુરક્ષાની સ્થિતિ વધુ બગડે તો તેઓ પશ્ચિમ એશિયા છોડવાની તૈયારી રાખે. આ એડવાઈઝરી ટ્રમ્પની ઈરાન પર કડક કાર્યવાહીની ચેતવણી વચ્ચે જાહેર કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *