ઈરાનમાં અમેરિકી હુમલો યુદ્ધ અપરાધ સંભવ

ફેબ્રુઆરીમાં ઈરાન પર થયેલા અમેરિકન હુમલાઓને લઈને UNનો તપાસ અહેવાલ ગુરુવારે સામે આવ્યો. UNની સ્વતંત્ર તપાસ ટીમે જણાવ્યું કે તેના પાસે એવું માનવા માટે પૂરતા કારણો છે કે મીનાબની ગર્લ્સ સ્કૂલ અને એક સ્પોર્ટ્સ સેન્ટર પરના હુમલા અમેરિકન સેનાએ કર્યા હતા.

અહેવાલ મુજબ, બંને હુમલા આંતરરાષ્ટ્રીય કાયદા હેઠળ યુદ્ધ અપરાધ હોઈ શકે છે.

રશિયા-યુક્રેન યુદ્ધમાં પણ રશિયાના રાષ્ટ્રપતિ પુતિન પર યુદ્ધ અપરાધોના આરોપો લાગ્યા હતા. ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટે 2023માં તેમની વિરુદ્ધ ધરપકડ વોરંટ જારી કર્યું હતું. હવે UNના અહેવાલ બાદ ટ્રમ્પની કોઈપણ પ્રકારની વ્યક્તિગત જવાબદારીને લઈને પણ સવાલો ઊભા થઈ રહ્યા છે.

UNની તથ્ય-શોધક ટીમે મીનાબ શહેરની શાજારેહ તૈય્યેબેહ પ્રાથમિક શાળા પર થયેલા હુમલાની તપાસ કરી.
ઈરાની અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ હુમલામાં 150થી વધુ લોકો માર્યા ગયા હતા. તેમાં આશરે 120 શાળાના બાળકો હતા.
તપાસ ટીમના જણાવ્યા અનુસાર, શાળા એક નાગરિક ઇમારત હતી. તેનો સૈન્ય હેતુ માટે ઉપયોગ થતો હોવાનો કોઈ પુરાવો મળ્યો નથી.
અમેરિકી સૈના પાસે ગુપ્તચર માહિતી હતી કે ઈરાનનો એક વરિષ્ઠ સૈન્ય કમાન્ડર શાળામાં હાજર હોઈ શકે છે. પરંતુ હુમલો કરતા પહેલાં આ માહિતીની પુષ્ટિ કરવામાં આવી નહોતી.
UN ટીમે જણાવ્યું કે શાળા પર કરવામાં આવેલો હુમલો અંધાધૂંધ હુમલો હતો. તેમાં સામાન્ય નાગરિકો માર્યા ગયા અને નાગરિક ઇમારતને નુકસાન થયું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *