આકરી ગરમીને લીધે બપોરે 1થી 4 સુધી ટ્રાફિક સિગ્નલ બંધ રહેશે

રાજકોટમાં છેલ્લા એક સપ્તાહથી આકરી ગરમી પડી રહી છે. જેને લઈને એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું હતું. લોકોને સાવચેત રહેવા માટે માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી હતી. જેના ભાગરૂપે હવે બપોરના સમયે ટ્રાફિક સિગ્નલ બંધ રાખવાનો નિર્ણય કર્યો છે.

રાજકોટ મનપાના જણાવ્યા અનુસાર શહેરમાં તાપમાનમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે અને આગામી દિવસોમાં પણ ઉગ્ર ગરમી રહેવાની શક્યતા છે. હાલ હીટવેવ એક્શન પ્લાન સક્રિય છે જેના ભાગરૂપે રાજકોટ મહાનગરપાલિકા અને રાજકોટ શહેર પોલીસ વિભાગના સંકલનથી બપોરના 1થી 4 વાગ્યા સુધી શહેરના તમામ ટ્રાફિક સિગ્નલો તાત્કાલિક અસરથી બંધ રાખવામાં આવશે. આ પગલાનો મુખ્ય ઉદ્દેશ એ છે કે, આ સમયગાળા દરમિયાન વાહનચાલકોને ટ્રાફિક સિગ્નલવાળા ચોકમાં ઊભા રહેવું ન પડે અને તેઓ ઉગ્ર તાપમાનના સીધા પ્રભાવથી બચી શકે.

ટ્રાફિક સિગ્નલમાં વાહનો ઉભા હોય ખાસ કરીને ટુ વ્હિલર ચાલકો પર સીધો તડકો પડે છે તેમજ વાહનોનો ધુમાડો પણ અસર કરે છે. આ કારણે હિટ સ્ટ્રોક લાગવાનું જોખમ હોવાથી બપોરના સમયે સિગ્નલ બંધ કરવામાં આવી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *