અમેરિકી ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સે ઈઝરાયલની આલોચના કરી છે. તેમણે જણાવ્યું કે ઈરાન સાથે થયેલી ડીલની ટીકા કરનારાઓએ વાસ્તવિકતા સમજવી જોઈએ.
તેમણે ટ્રમ્પની આલોચના કરનારા ઈઝરાયલના રાષ્ટ્રીય સુરક્ષા મંત્રી ઈતામાર બેન ગ્વીર અને નાણા મંત્રી બેઝાલેલ સ્મોટ્રિચની ટીકા કરી હતી. તેમણે નામ લઈને તેમને પૂછ્યું કે તમારી પાસે ઓપ્શન શું છે? ઈઝરાયલ માત્ર 90 લાખની વસ્તી ધરાવતો દેશ છે. દરેક સમસ્યાનો ઉકેલ લોકોને મારીને લાવી શકાતો નથી.
ઈરાન-અમેરિકા પીસ ડીલ લાગુ: અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધનો અંત લાવવા માટે વચગાળાની સમજૂતી પર હસ્તાક્ષર થઈ ગયા છે. ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે રાત્રે ફ્રાન્સના વર્સાય પેલેસમાં આ સંબંધિત MoU પર સાઇન કર્યા હતા.
અમેરિકા-ઈરાનના પ્રતિનિધિઓ આજે સ્વિટ્ઝરલેન્ડમાં મળશે: અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધવિરામ સમજૂતી પર હસ્તાક્ષર થયા બાદ બંને દેશો વચ્ચેની પ્રથમ ઔપચારિક વાર્તા શુક્રવારે સ્વિટ્ઝરલેન્ડના બર્ગનસ્ટોક રિસોર્ટમાં યોજાશે.