ફ્લાઇટ મોડી પડી તો પેસેન્જરે પાયલટને લાફો માર્યો

ઈન્ડિગો ફ્લાઇટમાં પાયલટ સાથે ગેરવર્તનનો મામલો સામે આવ્યો છે. ફ્લાઇટમાં વિલંબથી ગુસ્સે થયેલા એક મુસાફરે પાઇલટને લાફો મારી દીધો હતો. આ મારપીટનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ ઘટના ક્યારે બની અને કઈ ફ્લાઈટ હતી, તેની પુષ્ટિ થઈ નથી.

આ સમગ્ર ઘટના ત્યારે બની જ્યારે પાઇલટ પ્લેનમાં મોડું થવા અંગે માહિતી આપી રહ્યો હતો. જેના કારણે એક મુસાફર ગુસ્સામાં આવી ગયો અને તેણે પાયલટ સાથે મારપીટ શરૂ કરી દીધી. એવું કહેવામાં આવી રહ્યું છે કે ફ્લાઈટના ટેકઓફમાં મોડું થયું હતું તેના વિશે કોઈ જાહેરાત પણ કરવામાં આવી નથી.

પાયલટ સાથે મારપીટનો વીડિયો વાયરલ થયા બાદ યુઝર્સ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. એક યુઝરે ગેરવર્તન કરનારા મુસાફરોને નો-ફ્લાય લિસ્ટમાં મૂકવાનું કહ્યું. યુઝરે લખ્યું કે પાયલટ કે કેબિન ક્રૂને વિલંબ સાથે શું લેવાદેવા છે? તેઓ માત્ર તેમનું કામ કરતા હતા. આ માણસની ધરપકડ કરો અને તેને નો-ફ્લાય લિસ્ટમાં મૂકો.

ફ્લાઇટ ડ્યુટી ટાઇમ લિમિટેશન્સ (FDTL) નો નિયમ ફ્લાઇટ્સમાં લાગુ થાય છે, એટલે કે પાઇલોટ્સને ચોક્કસ સમય પછી ઉડાન ભરવાની મંજૂરી નથી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પાયલટ બદલવાના કારણે ઈન્ડિગોની ફ્લાઈટ કેટલાક કલાકો મોડી પડી હતી.

સરેરાશ વિલંબ સમય વધીને 50 મિનિટ થયો
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સોમવાર, 15 જાન્યુઆરીએ દિલ્હી એરપોર્ટ પરથી 110 ફ્લાઈટ્સ મોડી પડી હતી. તે જ સમયે, 79 ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી. જેના કારણે ફ્લાઈટ્સ મોડી થવાનો સરેરાશ સમય હવે 50 મિનિટ સુધી પહોંચી ગયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *