વિનેશ ફોગાટને સિલ્વર મેડલ નહીં મળે

પેરિસ ઓલિમ્પિક 2024 બાદ ભારતીય ચાહકોને મોટો ઝટકો લાગ્યો છે. સ્ટાર રેસલર વિનેશ ફોગાટે સિલ્વર મેડલ માટે કોર્ટ ઓફ આર્બિટ્રેશન ફોર સ્પોર્ટ્સ (CAS)માં કેસ દાખલ કર્યો હતો. તેની સુનાવણી થઈ ચૂકી છે, પરંતુ નિર્ણય આપવાની તારીખ સતત ટળી રહી હતી.

પરંતુ હવે આ મામલે બુધવારે (14 ઓગસ્ટ) નિર્ણય આવ્યો છે. CAS દ્વારા વિનેશની અપીલ ફગાવી દેવાઈ છે, મતલબ કે હવે વિનેશને સિલ્વર મેડલ નહીં મળે. તમને જણાવી દઈએ કે પહેલા આ મામલે નિર્ણય 13 ઓગસ્ટે આવવાનો હતો, પરંતુ સમાચાર આવ્યા કે નિર્ણયની તારીખ વધારીને 16 ઓગસ્ટ કરવામાં આવી છે. પરંતુ હવે તે પહેલા જ આ નિર્ણય જાહેર કરી દેવામાં આવ્યો .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *