પેપર ખોલાવનાર વિદ્યાર્થીને હવે બોર્ડનું પરિણામ વેબસાઇટ પર જ જોવા મળશે

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો.10, ધો.12 વિજ્ઞાન પ્રવાહ અને ધો.12 સામાન્ય પ્રવાહના પરિણામો જાહેર કરાયા બાદ ગુણ ચકાસણી, ઉત્તરવહી અવલોકન અને ઓએમઆર કોપી મેળવવા મોટા પ્રમાણમાં અરજીઓ કરી હતી. અત્યાર સુધી અરજી બાબતે રૂબરૂ બોલાવી માહિતી અપાતી હતી, પરંતુ આ વખતે બોર્ડે આ તમામ માહિતી વેબસાઇટ પર જ મળશે.

આ માહિતી ઓનલાઇન અન્ય કોઇ વ્યક્તિ જોઇ શકે નહીં, અરજી કરનાર વિદ્યાર્થી બેઠક નંબર, મોબાઇલ નંબર અને પાસવર્ડ એન્ટર કરી લોગીન થશે ત્યારબાદ જ પરિણામો જોઇ શકાશે અને ડાઉનલોડ પણ કરી શકાશે. બોર્ડના પરીક્ષા વિભાગના નાયબ નિયામકે જણાવ્યા મુજબ વિદ્યાર્થીઓ તા.14 જૂન સુધીમાં ઓનલાઇન આ વિગતો જોઇ શકશે અને ડાઉનલોડ કરી શકશે. જે વિદ્યાર્થીના પરિણામમાં અવલોકન અને ગુણ ચકાસણી બાદ સુધારો થયેલ હોય તેઓને સુધારેલા નવા ગુણપત્રક અને પ્રમાણપત્ર જે તે શાળાઓને મોકલી અપાશે. શાળા કે વિદ્યાર્થીઓને જવાબ ટપાલ દ્વારા પણ મોકલાશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *