કારખાનામાંથી મુદ્દમાલની ચોરી કરી

રાજકોટના રેસકોર્સ રીંગ રોડ ઉપર ગવર્મેન્ટ હાઉસીંગ સોસાયટીમાં રહેતા અને શાપર-વેરાવળમાં દિપક ડિઝલ પ્રા.લી. નામના કારખાનામાં નોકરીં કરતા જીગરભાઈ સુધિરભાઈ મારુ ઉ.વ.49 નામના પ્રૌઢે પોલીસમાં નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે અજાણ્યા શખસોના નામ આપ્યા છે. ફરિયાદી છેલ્લા ઘણા સમયથી શાપર-વેરાવળ પાંચ પીપળા કોમપલેક્ષ પાસે દિપક પ્રા. લી.નામની કંપનીમાં મેનેજર તરીકે નોકરી કરતા હોય ગત તા. 8.5.2024ના કંપનીના જ એક ઓફિસરે આવીને વાત કરી હતી કે, તમારા કારખાનામાં બેટરીની ચોરી થયેલ છે. આ બાબતે તપાસ કરતા કારખાના પાસેથી ફોરવ્હીલ કારના નિશાન જોવા મળ્યા હતા. જ્યારે કારખાનામાં રહેલ બેટરી અને સ્ટાટરના સ્ટોકની ચકાસણી કરતા દિપક ડિઝલ કારખાનામાંથી ટ્રેક્ટરની 12 વોલ્ટની રૂ. 4,66,400ની કિંમતની 110 નંગ બેટરી તેમજ રૂ. 1,74,603 કિંમતના 39 નંગ સ્ટાટર ચોરાઈ ગયાનું જાણવા મળ્યું છે. પોલીસે ફરિયાદ નોંધી સીસીટીવી ફુટેજમાં આધારે વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *