IPLની 19મી સીઝનમાં સનરાઇઝર્સ હૈદરાબાદે પોતાની પ્રથમ જીત નોંધાવી છે. ટીમે કોલકાતા નાઈટ રાઈડર્સને તેમના જ હોમગ્રાઉન્ડ પર 65 રનથી હરાવ્યું હતું. 2024ની ચેમ્પિયન KKRની આ સતત બીજી હાર છે, આ પહેલા ટીમનો મુંબઈ ઈન્ડિયન્સ સામે પરાજય થયો હતો. બીજી તરફ, SRH તેની અગાઉની મેચ બેંગલુરુ સામે હારી ગયું હતું.
ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં KKRએ ટૉસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. હૈદરાબાદે 8 વિકેટ ગુમાવીને 226 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. જવાબમાં કોલકાતાની ટીમ 16 ઓવરમાં 161 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. ટીમ તરફથી અંગક્રિશ રઘુવંશીએ ફિફ્ટી ફટકારી હતી, જ્યારે બોલિંગમાં બ્લેસિંગ મુઝરબાનીએ 4 અને વૈભવ અરોરાએ 2 વિકેટ ઝડપી હતી.
SRH તરફથી હેનરિક ક્લાસેને શાનદાર ફિફ્ટી ફટકારી હતી. તેણે 4 વિકેટ પડી ગયા બાદ નીતિશ રેડ્ડી સાથે મળીને 82 રનની ભાગીદારી કરી અને ટીમને 200 રનના આંકડાને પાર પહોંચાડી હતી. રેડ્ડીએ બેટિંગમાં 39 રન બનાવ્યા બાદ બોલિંગમાં પણ 2 વિકેટ ઝડપી હતી. તેના સિવાય ઈશાન મલિંગાને 2 અને જયદેવ ઉનડકટને 3 વિકેટ મળી હતી.
બન્ને ટીમની પ્લેઇંગ-11
કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR): અજિંક્ય રહાણે (કેપ્ટન), કેમરૂન ગ્રીન, અંગક્રિશ રઘુવંશી (વિકેટકીપર), રિંકુ સિંહ, રમણદીપ સિંહ, અનુકુલ રોય, સુનીલ નારાયણ, વરુણ ચક્રવર્તી, વૈભવ અરોરા, કાર્તિક ત્યાગી અને બ્લેસિંગ મુઝરાબાની.
સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH): ઈશાન કિશન (કેપ્ટન અને વિકેટકીપર), અભિષેક શર્મા, ટ્રેવિસ હેડ, હેનરિક ક્લાસેન, અનિકેત વર્મા, નીતિશ કુમાર રેડ્ડી, સલિલ અરોરા, હર્ષ દુબે, શિવાંગ કુમાર, જયદેવ ઉનડકટ અને ડેવિડ પેને.