અઠવાડિયાના બીજા કારોબારી દિવસે, સેન્સેક્સ 91 પોઈન્ટ વધીને 83,697 પર બંધ થયો. નિફ્ટી પણ 25 પોઈન્ટ વધીને 25,542 પર બંધ થયો.
સેન્સેક્સના 30 શેરોમાંથી 12 શેરમાં તેજી અને 18માં ઘટાડો રહ્યો. BEL, રિલાયન્સ, એશિયન પેઇન્ટ્સ અને અલ્ટ્રાટેક સિમેન્ટના શેર 2.60% સુધી વધ્યા હતા. એક્સિસ બેંક, ટ્રેન્ટ, ઇટરનલ અને ટેક મહિન્દ્રાના શેર 2% સુધી ઘટ્યા હતા.
નિફ્ટીના 50 શેરોમાંથી 26 શેરમાં તેજી રહી.NSE ના મીડિયા ઇન્ડેક્સમાં 1.31%નો ઘટાડો થયો. IT, રિયલ્ટી અને ઓટો શેરોમાં પણ ઘટાડો થયો. મેટલ, ફાર્મા અને સરકારી બેંક શેરોમાં ખરીદી જોવા મળી.