બહેનોની સ્વરોજગારી માટેના વર્ગો 20 વર્ષ બાદ બંધ

રાજકોટ મહાનગરપાલિકાની મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં શહેરના ભક્તિનગર સર્કલ પાસે આવેલા વોર્ડ નંબર 17મા ગુલાબનગરમાં રોટરી ક્લબ ઓફ રાજકોટ મીડટાઉન દ્વારા સંચાલિત સ્વાશ્રય કેન્દ્રની જગ્યા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પરત લઈ લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે અને તેનું કારણ એ અપાયું છે કે, ત્યાં વ્યાપારીકરણ શરૂ થઈ ગયું હતું. જેથી હવે આ જગ્યા ઉપર વાંચનાલય બનાવવામાં આવશે કે જે તે વોર્ડમાં ઉપલબ્ધ નથી. જોકે, આ બાબતે રોટરી ક્લબ ઓફ રાજકોટ મીડટાઉનનો સંપર્ક કરવામાં આવતા તેમણે કહ્યું હતું કે અમે બહેનોને રોજગારી મળે તે માટે ટોકન દરે 4 કોર્સ ચલાવીએ છીએ. જેમાં માસિક આવક સામે બમણાથી વધુ ખર્ચ કરીએ છીએ. જે માટે કોર્પોરેશન તરફથી કોઇ જ ગ્રાન્ટ મળતી નથી. અમે છેલ્લા 15 માસમાં 97,000ની આવક દર્શાવી છે. જેની સામે બમણો ખર્ચ કર્યો છે.

રાજકોટ મહાનગરપાલિકાના જયમીન ઠાકરે ગઇકાલે મળેલી સ્ટેન્ડિંગની બેઠક બાદ જણાવ્યું હતું કે, 20 નંબરની દરખાસ્ત હતી. જેમાં વોર્ડ નંબર 17માં 750 વાર જેટલી જગ્યામાં વર્ષ 2004થી રોટરી કલબ ઓફ રાજકોટને મહાનગરપાલિકા દ્વારા એક બિલ્ડિંગ આપવામાં આવ્યું હતું. જેમાં દર મહિને કોર્પોરેશન ગ્રાન્ટ આપતી હતી. જ્યાં બહેનો માટે બ્યૂટી પાર્લર, સીવણ અને નેઇલ આર્ટના કોર્સ થતા હતા. જેમાં 1 બહેનનો મહિનાનો રૂપિયા 1,000 એમ 64 બહેનોની રૂપિયા 64,000 માસિક આવક થતી હતી. જોકે, વર્ષ 2004માં થયેલા ઠરાવની શરતો મુજબ જરૂરિયાતમંદ બહેનોને મદદરૂપ થવાની વાત હતી. જોકે, આજે આ પ્રોપર્ટી રોટરી પાસેથી લઈ આ જગ્યા પર વાંચનાલય બનાવવા માટેનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેથી ગુલાબનગર કોમ્યુનિટિ સેન્ટરનું સંચાલન દત્તક યોજના હેઠળ રોટરી ક્લબ ઓફ રાજકોટ મીડટાઉનને વધુ 2 વર્ષ માટે સોંપવાની બાબત ના મંજૂર કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *