રાજકોટ આર ટી ઓ કચેરી દ્વારા ગઈ કાલ અને એમ 2 દિવસની ડ્રાઈવ યોજવામાં આવી હતી. જેમાં અમાન્ય સ્કૂલવાન અને અંડરએજ વાહન લઇને સ્કૂલ ઉપર જતા બાળકોનું ચેકીંગ હાથ ધરવામાં આવેલ હતું. જેમાં 12 વાહનો પરમિટ વિના પરિવહન કરનાર વાહન ચાલકોને અને અંડર એજમા ડ્રાઇવિંગ કરીને સ્કૂલ ઉપર વાહન લાવનાર 8 લોકોને દંડની કાર્યવાહી કરવામાં આવેલ છે જેમાં કુલ 1,72,000 નો દંડ કરવામાં આવેલ છે. જેમાં નીચે મુજબના મોટર વાહન અધિકારી દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી.