જામવાડી નજીકથી બાળમજૂરની મુક્તિ, હોટેલના માલિક સામે ગુનો

ગોંડલ જેતપુર હાઇવે પર ચાલતી હોટેલમાં બાળમજૂરી કરવાતી હોવાની બાતમીના આધારે તંત્ર ત્રાટક્યું હતું અને એક બાળકને મુક્ત કરાવ્યો હતો.જામવાડી નજીક હોટલમાંથી બાળમજુરને મુક્ત કરાવાયો હતો. પોલીસ સૂત્રોએ જણાવ્યું કે,એ.એચ.ટી.યુ. શાખા રાજકોટ ગ્રામ્યના પીઆઇ સી.ડી. વૈષ્ણકના માર્ગદર્શન હેઠળ હેડ કોન્સ્ટેબલ મયુરભાઈ કે. વિરડા વગેરે પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન ખાનગી હકિકત મળી હતી કે, જામવાડી ગામ પાસે ગોંડલ જેતપુર હાઈવે પર આવેલી ગાત્રાળ હોટલમાં બાળક પાસે બાળમજૂરીનું ભારે કામ કરાવવામાં આવે છે.

આ હકિકત વેરીફાઈ કરતા હકીકત સાચી હોય જેથી પંચોને સાથે રાખી રેડ કરતા 13 વર્ષનો સગીર હોટલમાં કામ કરતો મળી આવ્યો હતો. પૂછપરછ કરતા હોટલના માલિક કબજેદાર પારસ અરવિંદભાઈ પરમાર રહે. જામવાડીએ હોટલમાં આ બાળમજૂરને રાખી દરરોજ બાળક પાસે આઠ કલાકથી વધારે સમયે કામ કરવા માટે ફરજ પાડી તેનું શોષણ કરાયું હોવાનું પણ સામે આવ્યું હતું​​​​​​​બાળકને મુક્ત કરાવી સરપંચ વતી સંજયભાઈ વલ્લભભાઈ પડાણીયાને બાળક સુપ્રત કર્યો હતો અને હોટલ માલિકની અટકાયત કરી ગોંડલ તાલુકા પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *