લાબુબુ ડોલ વિશેની ભ્રામકતા અંગે પ્રોફેસરનું વિશ્લેષણ

સોશિયલ મીડિયામાં લાબુબુ ડોલ વિશે ફેલાયેલી નકારાત્મકતા, ભ્રામકતા પાછળના મનોવિજ્ઞાનનું સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સાઇકોલોજીના પ્રોફેસર ડૉ.યોગેશ જોગસણ અને ડૉ. ધારા દોશીએ વિશ્લેષણ કર્યું. તેમણે કહ્યું કે, લાબુબુ ડોલનો દેખાવ પરંપરાગત ઢીંગલીઓ કરતાં અલગ છે. તેનો અનોખો ચહેરો, લાંબા કાન અને વિચિત્ર સ્મિત કેટલાક લોકો માટે અજાણ્યું અને વિચિત્ર લાગે છે. આ અજાણ્યાપણાને કારણે, લોકો તેને નકારાત્મક દૃષ્ટિએ જુએ છે, તેના વિશે ખોટી વાતો ફેલાવે છે. જ્યારે કોઈ એક વ્યક્તિ લાબુબુ ડોલ વિશે નકારાત્મક ટિપ્પણી કરે છે, ત્યારે અન્ય લોકો પણ તેને અનુસરે છે.

આ કન્ફોર્મિટીના સિદ્ધાંતને કારણે થાય છે, જ્યાં વ્યક્તિ જૂથના મંતવ્યો સાથે સહમત થવા માટે પોતાના મંતવ્યો બદલે છે. જ્યારે અન્ય લોકો માટે તે ડરામણો કે વિચિત્ર હોય છે. આ વ્યક્તિગત પસંદગીના કારણે, જે લોકોને આ ડોલ ગમતી નથી તેઓ તેના વિશે નકારાત્મક અભિપ્રાય આપે છે. આ અભિપ્રાયો ઘણીવાર વ્યક્તિગત પસંદગી કરતાં વધુ ફેલાય છે.

સોશિયલ મીડિયા પર લાબુબુ ડોલ વિશે કેટલીક અંધશ્રદ્ધાળુ વાતો ફેલાઈ છે, જેમ કે તે દુર્ભાગ્ય લાવે છે અથવા તેના કારણે કોઈને નુકસાન થયું છે. આ પ્રકારની વાતો ઘણીવાર હકીકત વગર ફેલાય છે અને લોકોને ગેરમાર્ગે દોરે છે. ઉપરોક્ત તમામ મનોવૈજ્ઞાનિક પરિબળોના સંયોજનને કારણે ફેલાય છે. આ પરિબળોમાં અજાણ્યાનો ડર, જૂથવાદ, ગેટકીપિંગ, વ્યક્તિગત પસંદગી અને અંધશ્રદ્ધાનો સમાવેશ થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *