બ્રિક્સ સમિટમાં હાજરી આપ્યા બાદ મંગળવારે રિયો ડી જાનેરોથી બ્રાઝિલની રાજધાની બ્રાઝિલિયા પહોંચ્યા વડાપ્રધાન નરેન્દ્ર મોદી. અહીં તેમનું શિવ તાંડવ સ્તોત્ર અને ભારતીય શાસ્ત્રીય નૃત્ય સાથે સ્વાગત કરવામાં આવ્યું.
પીએમ મોદી આજે બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુલા દા સિલ્વા સાથે વેપાર, સંરક્ષણ, ઉર્જા, અવકાશ, ટેકનોલોજી, કૃષિ અને આરોગ્ય સહિતના અનેક મુદ્દાઓ પર દ્વિપક્ષીય વાટાઘાટો કરશે.
ભારતીય પીએમ 2 જુલાઈથી 10 જુલાઈ સુધી 5 દેશોના પ્રવાસ પર છે. અત્યાર સુધીમાં તેઓ ઘાના, ત્રિનિદાદ અને ટોબેગો, આર્જેન્ટિનાની મુલાકાત લઈ ચૂક્યા છે. હાલમાં તેઓ બ્રાઝિલના પ્રવાસ પર છે અને અહીંથી તેઓ નામિબિયા જશે.