PM મોદી ઇન્ડોનેશિયા પહોંચ્યા, ફાઇટર જેટ્સે આકાશમાં સ્વાગત કર્યું

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે ઇન્ડોનેશિયા પહોંચ્યા. સરહદ પર પહોંચતા જ ઇન્ડોનેશિયાના ફાઇટર જેટ્સે તેમના વિમાનને એસ્કોર્ટ કર્યું. વડાપ્રધાન બન્યા પછી મોદીનો આ ત્રીજો ઇન્ડોનેશિયા પ્રવાસ છે.

એરપોર્ટ પર રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાંતોએ તેમનું સ્વાગત કર્યું. બંને નેતાઓ વચ્ચે યોજાનારી દ્વિપક્ષીય બેઠકમાં આશરે ₹2,500 કરોડના બ્રહ્મોસ સુપરસોનિક ક્રુઝ મિસાઈલ ડીલ પર મહોર લાગવાની સંભાવના છે.

પીએમ મોદી ઇન્ડોનેશિયાના સૌથી મોટા હિન્દુ મંદિર પ્રમ્બાનન પણ જશે. 9મી સદીમાં બનેલું આ મંદિર ભગવાન શિવ, વિષ્ણુ અને બ્રહ્માને સમર્પિત છે અને યુનેસ્કોની વિશ્વ ધરોહર સૂચિમાં સામેલ છે.

ઇન્ડોનેશિયા વિશ્વનો સૌથી મોટી મુસ્લિમ વસ્તી ધરાવતો દેશ છે, પરંતુ તેની સાંસ્કૃતિક વિરાસત પર હિન્દુ-બૌદ્ધ સભ્યતાની ઊંડી છાપ આજે પણ દેખાય છે. અહીં રામલીલા થાય છે, ગરુડ એરલાઇન છે અને નોટ પર ભગવાન ગણેશની તસવીર પણ છપાઈ ચૂકી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *