NEET-UG પેપર લીક વિવાદ વચ્ચે 21 જૂને યોજાનારી રી-ટેસ્ટ પહેલા ગુરુવારે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહના નિવાસસ્થાને ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી. જેમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન, કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા, નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)ના મહાનિર્દેશક અભિષેક સિંહ સામેલ થયા હતા.
પ્રધાને UPSCની જેમ NEET પેપર માટે સેના અને વાયુસેનાની મદદ માંગી. આ માટે સંરક્ષણ મંત્રાલય સહમત થઈ ગયું છે. બેઠકમાં નક્કી થયું કે હવે પેપર સેટ કરવા, પ્રિન્ટિંગ, ટ્રાન્સપોર્ટેશનથી લઈને પરીક્ષા કેન્દ્રો સુધી પેપર પહોંચાડવાનું સંપૂર્ણ કામ અનેક સ્તરની દેખરેખ હેઠળ થશે.
બેઠક બાદ પ્રધાને જણાવ્યું કે રી-ટેસ્ટના પેપરના પરિવહનમાં વાયુસેના મદદ કરશે. અગાઉની પરીક્ષાઓમાં પોસ્ટ વિભાગ, ગૃહ મંત્રાલયની મુખ્ય ભૂમિકા હતી. આમાં અમે કેટલાક ફેરફારો કર્યા છે. NTAએ ફી રિફંડ માટે બેંક એકાઉન્ટ ડિટેલ્સ આપવાની ડેડલાઇન 22 જૂન રાત સુધી લંબાવી દીધી છે. અગાઉ આ ડેડલાઇન 27 મે હતી.
એવું કહેવામાં આવી રહ્યું છે કે વડાપ્રધાન રી-ટેસ્ટની તૈયારીઓ પર પોતે નજર રાખી રહ્યા છે અને પરીક્ષા પ્રક્રિયા સંબંધિત દરેક માહિતી તેમને આપવામાં આવી રહી છે. સીબીએસઈએ જે કોએમ્પ્ટ એજ્યુટેક કંપનીને ઓએસએમનો કોન્ટ્રાક્ટ આપ્યો હતો, તે અગાઉ ગ્લોબરેના નામથી વિવાદોમાં રહી છે. તેણે તેલંગાણામાં 2019 અને 2023માં બોર્ડ પરીક્ષા સંબંધિત કૌભાંડો કર્યા હતા. ત્યારે 23 યુવાનોએ આત્મહત્યા કરી હતી.