મનપા દ્વારા નવો રિંગ રોડ, મોટા મવા, મુંજકા સહિતનાં રસ્તાઓ પર નવી હોર્ડિંગ્સ સાઇટ માટે સર્વે શરૂ

રાજકોટમાં પાંચ વર્ષ અગાઉ કોર્પોરેશન વિસ્તારમાં ભળેલા નવા રીંગ રોડ ટચ માધાપર-ઘંટેશ્વર સહિતના રસ્તાઓ પરથી હોર્ડિંગની આવક મેળવવા મનપાએ પ્રયાસો આદર્યા છે. રસ્તાથી માંડી ડિવાઇડર સુધી નવી હોર્ડિંગ સાઇટ અને કિઓસ્ક બોર્ડ માટેના કોન્ટ્રાકટ આપવા સર્વે શરૂ કરાયો છે. જે ફાઇનલ થયા બાદ ટેન્ડર બહાર પાડવામાં આવશે. રાજકોટ શહેરમાં 2020માં નવા પાંચ ગામો ભળ્યા બાદ વિસ્તાર વધતા હવે નવા વિસ્તારોમાં નવી હોર્ડિંગ સાઇટ્સ તેમજ જ્યાં આગળ નવા ડામર રસ્તા અને સેન્ટ્રલ ડિવાઇડરનું નિર્માણ થયું હોય ત્યાં આગળ કિઓસ્ક સાઇટ્સ ડેવલપ કરવા માટે એસ્ટેટ બ્રાન્ચ દ્વારા સર્વે શરૂ કરવામાં આવ્યો છે. જેમાં ન્યૂ રિંગ રોડ, મોટા મવા, મુંજકા, ઘંટેશ્વર, માધાપર, મનહરપુર સહિતના વિસ્તારોમાં હોર્ડિંગ સાઇટ્સ અને જ્યાં સેન્ટ્રલ ડિવાઇડર નિર્માણ થયા હોય ત્યાં કિઓસ્ક સાઇટ્સ ડેવલપ કરવામાં આવશે. ઉપરાંત પ્રદ્યુમન પાર્ક ઝૂ, આજી ડેમ, ન્યારી ડેમ સહિતના પિકનિક પોઇન્ટ્સ કે જ્યાં મોટી સંખ્યામાં સહેલાણીઓની અવરજવર રહેતી હોય ત્યાં નવી હોર્ડિંગ સાઇટ્સ ઉભી કરવા વિચારણા કરવામાં આવી રહી છે.

અન્ય સમાચાર

કામગીરી ફેરવવામાં આવ્યા બાદ લોકોને પડતી અગવડતાનો અંત આવતો નથી. મનપા (2020 સુધી), રાજ્ય સરકાર (2020થી 2025) અને હવે ભારત સરકારના પોર્ટલ એમ ત્રણ અલગ અલગ પોર્ટલ પર કામકાજ ચાલતું હોવાથી મુશ્કેલીઓ વધી છે.નવા કેન્દ્ર સરકારના પોર્ટલ પર સપ્ટેમ્બર માસ બાદના જન્મ-મરણના ડેટા અપલોડ નહીં થતા અરજદારોમાં દેકારો બોલી ગયો હતો. ડેટા અપલોડ ન થવાના કારણે દાખલા નીકળતા ન હતા. જેના નિવારણ રૂપે, હવે ચાલુ વર્ષના મરણના દાખલાઓ અરજદારોના ઇ-મેઇલ દ્વારા મોકલવાનું શરૂ કરાયું છે. આથી, મૃતકના પરિવારજનોને હવે ઓનલાઇન આવેલી પીડીએફ કોપીની કલર કોપી સ્વખર્ચે જાતે કઢાવવી પડશે. પોર્ટલ બદલાતા નવા ફોર્મેટને કારણે મનપાએ છપાવેલા દાખલાના પ્રમાણપત્રો પણ હવે કામ લાગતા નથી. હાલ ત્રણેય પોર્ટલ પર કામગીરી ચાલે છે, જેના કારણે અરજદારો અને સ્ટાફ બંનેને અગવડતાનો સામનો કરવો પડી રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *