શિકાગોમાં ટ્રમ્પની નીતિઓ સામે જંગી વિરોધ

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની વિવાદાસ્પદ નીતિઓ વિરુદ્ધ ગુરુવારે અમેરિકામાં મોટા પાયે વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે. ઇમિગ્રન્ટ્સને દેશનિકાલ કરવા અને ગરીબો માટે મેડિકેડ સુવિધાઓમાં ઘટાડો કરવા વિરુદ્ધ 1600થી વધુ સ્થળોએ વિરોધ પ્રદર્શનોનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

આ પ્રદર્શનોને ‘ગુડ ટ્રબલ લિવ્સ ઓન’ નેશનલ ડે ઓફ એક્શન નામ આપવામાં આવ્યું છે, જે દિવંગત સાંસદ અને માનવાધિકાર કાર્યકર્તા જોન લુઈસને સમર્પિત છે. આયોજકોએ લોકોને પ્રદર્શન શાંતિપૂર્ણ રાખવા અપીલ કરી છે.

શિકાગો આ વિરોધ પ્રદર્શનોનું મુખ્ય કેન્દ્ર રહેશે. બપોરે શહેરના ડાઉનટાઉનમાં વિરોધીઓ એકઠા થશે. શિકાગોમાં આયોજિત રેલીમાં કેન્ડલ માર્ચ કાઢવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *