લોકરક્ષક (LRD) કેડરની ભરતીપ્રક્રિયામાં એક મહત્ત્વપૂર્ણ તબક્કો પૂર્ણ થયો છે. ભરતી બોર્ડ દ્વારા પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જાહેર કરી ભરતી બોર્ડની સત્તાવાર વેબસાઈટ ojas.gujarat.gov.in પર મૂકવામાં આવી છે, જેમાં કુલ 11,925 ઉમેદવારનો સમાવેશ કરાયો છે.
ભરતી બોર્ડે ઉમેદવારોને મહત્ત્વની સૂચના આપતાં જણાવ્યું હતું કે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ બાદ ઉમેદવારોને Self Declaration Form ઓનલાઈન ભરી PDF ફાઈલ અપલોડ કરવા રહેશે. OTP વેરિફિકેશન બાદ જ પ્રક્રિયા પૂર્ણ ગણાશે. ઉમેદવારો 3 ડિસેમ્બર 2025ના રાત્રે 11:59 વાગ્યા સુધી Self Declaration અપલોડ કરી શકશે.
ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા 29 નવેમ્બર 2025ના રોજ પોલીસ સબ-ઇન્સ્પેક્ટર (PSI) અને લોકરક્ષક (LRD) કેડરની 13,591 ખાલી જગ્યા પર ભરવા માટેની જાહેરાત કરી હતી. રાજ્યના યુવાનો માટે પોલીસ વિભાગમાં જોડાવાની આ એક મોટી તક છે. આ ભરતી માટેની ઓનલાઈન અરજી પ્રક્રિયા આગામી 3 ડિસેમ્બર, 2025થી શરૂ થશે. ઉમેદવારો 23 ડિસેમ્બર, 2025 સુધી ઓનલાઈન અરજી કરી શકશે.