IPO; હ્યુન્ડાઈ-LICને પાછળ રાખી દેશે

વૈશ્વિક આર્થિક સંક્ટ વચ્ચે પ્રાઇમરી માર્કેટમાં રોનક આવી રહી છે. નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઈન્ડિયા (NSE)એ તેના અપેક્ષિત આઇપીઓ માટે બજાર નિયમનકાર સેબીને ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ ફાઇલ કરી દીધું છે. અનલિસ્ટેડ બજારમાં એનએસઇનું મૂલ્યાંકન અંદાજે ₹5 લાખ કરોડ છે.

હ્યુંડાઇ-એલઆઇસીના રેકોર્ડ તૂટશે આઇપીઓની સાઇઝ આશરે ₹30,000 કરોડથી વધુની હોઈ શકે છે જે દેશનો અત્યાર સુધીનો સૌથી મોટો ઇશ્યૂ બની રહેશે. અગાઉ હ્યુંડાઇ અને એલઆઇસીના ઇશ્યુ સાઇઝને પણ પાછળ રાખી દેશે.

એનએસઇનો આઈપીઓ મુખ્યત્વે OFS એનએસઇનો આઈપીઓ મુખ્યત્વે OFS સ્વરૂપે હશે જેમાં હાલના રોકાણકારો (જેમ કે બેંકો, વીમા કંપનીઓ અને વિદેશી સંસ્થાઓ) પોતાનો હિસ્સો વેચશે. એક્સચેન્જ પોતે નવા શેર બહાર પાડીને મૂડી એકત્રિત નહીં કરે. ભલે NSE સત્તાવાર રીતે શેરબજારમાં લિસ્ટેડ નથી પરંતુ તેના શેર અનલિસ્ટેડ માર્કેટ અત્યારે સરેરાશ રૂ.1950-2000માં સક્રિય રીતે ટ્રેડ થઇ રહ્યાં છે.

IPO માટે રોકાણકારોમાં ભારે ઉત્સાહનો માહોલ અનલિસ્ટેડ માર્કેટમાં NSE નું વેલ્યુએશન સતત વધી રહ્યું છે, જે દર્શાવે છે કે રોકાણકારોમાં આ આઈપીઓ માટે ભારે ઉત્સાહ છે. ભારતીય શેરબજારના ડેરિવેટિવ્ઝ (F&O) સેગમેન્ટમાં NSE નો બજાર હિસ્સો સરેરાશ 93% થી વધુ છે. ટ્રેડિંગ વોલ્યુમ સતત વધવાને કારણે NSE ની આવક અને નફામાં દર વર્ષે ઝડપી વૃદ્ધિ રહી છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જ લિસ્ટેડ છે અને તેણે રોકાણકારોને આકર્ષક રિટર્ન આપ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *