IPL 2026ની 25મી મેચ આજે ગુજરાત ટાઇટન્સ (GT) અને કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR) વચ્ચે રમાશે. મેચ ગુજરાતના હોમ ગ્રાઉન્ડ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સાંજે 7:30 વાગ્યાથી શરૂ થશે. મેચનો ટૉસ સાંજે 7:00 વાગ્યે થશે.
KKRએ આ સીઝનમાં 5 મેચ રમ્યા છે. તેને 4 મેચમાં હાર મળી છે અને એક મુકાબલો વરસાદને કારણે રદ રહ્યો છે. GTએ 4 મેચ રમી છે અને તેને 2 મેચમાં જીત અને એટલી જ મેચમાં હાર મળી છે. ટીમે છેલ્લી બે મેચમાં દિલ્હી અને લખનઉને હરાવ્યા છે.
KKR સામે GTનું પલડું ભારે
IPL માં બંને ટીમ વચ્ચે 4 મેચ રમાયા છે. આ દરમિયાન GTએ 3 મેચ પોતાના નામે કરી છે. KKR માત્ર એક મેચ જીતવામાં સફળ રહી છે. IPL 2025માં બંને ટીમ વચ્ચે એક મેચ થઈ હતી, જેને GTએ 39 રનથી જીતી હતી.