ચોટીલાના સણોસરા ગામે રહેતી સગર્ભા તેના ભાઇના ઘેર ચોટીલા ગઇ હતી ત્યારે તેના ભાઇએ છરીના ઘા ઝીંકી દેતા તેને વધુ સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડાતા પોલીસે તપાસ કરતા ભાઇના ઘરે દીકરીનો જન્મ થયો હોય મોઢું જોવા માટે ગયા હતા અને ભાઇ-ભાભી સાથે ઝઘડો કરતો હોય વચ્ચે સમજાવવા જતા હુમલો કર્યો હોવાનું બહાર આવતા પોલીસે ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ સણોસરા ગામે રહેતી ગુલાબબેન વિજયભાઇ ઝાપડિયા (ઉ.22)નામની સગર્ભા ચોટીલામાં મફતિયાપરામાં તેના ભાઇ અશ્વિનના ઘેર પુત્રીનો જન્મ થયો હોય મોઢું જોવા માટે ગયા હતા ત્યારે તેના ભાઇ અશ્વિને ઝઘડો કરી પેટમાં છરીના ઘા ઝીંકી દેતા તેને વધુ સારવાર માટે અહીંની સિવિલ હોસ્પિટલમાં ખસેડાતા પોલીસે તપાસ હાથ ધરી હતી. પોલીસની તપાસમાં ગુલાબબેનના લગ્ન દોઢ વર્ષ પહેલાં થયા હતા અને તેને પેટમાં ત્રણ માસનો ગર્ભ હોવાનું અને પતિ ખેતીકામ કરતા હોવાનું અને ત્રણ ભાઇ બે બહેનોમાં નાની હોવાનું અને તેનો ભાઇ અશ્વિન ડ્રાઇવિંગ કામ કરતો હોય અને તેને એકાદ વર્ષ પહેલાં પ્રેમલગ્ન કર્યા હોવાનું પરિવારે જણાવતા પોલીસે વધુ પૂછતાછ કરતાં ગુલાબબેન પુત્રીનું મોઢું જોવા આવ્યા હતા ત્યારે તેનો ભાઇ અશ્વિન તેની પત્ની સાથે ઝઘડો કરતો હોય તેને સમજાવવા જતા તેની પર હુમલો કર્યો હોવાનું બહાર આવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી ગુનો નોંધવા કાર્યવાહી કરી હતી.