ICCની વન-ડે ઓલરાઉન્ડર્સ રેન્કિંગમાં અક્ષર ટૉપ-10માં પહોંચ્યો

ICC એ 15 જુલાઈએ વન-ડે રેન્કિંગ જાહેર કરી. તેમાં ભારતીય ઓલરાઉન્ડર અક્ષર પટેલ ત્રણ સ્થાનની છલાંગ લગાવીને નવમા નંબર પર પહોંચી ગયો છે.

શુભમન ગિલ બીજા સ્થાને યથાવત છે અને નંબર-1 બેટર બનવાથી માત્ર 11 રેટિંગ પોઇન્ટ દૂર છે. જ્યારે, ઇંગ્લેન્ડ સામેની પ્રથમ વન-ડેમાં સસ્તામાં આઉટ થવા છતાં રોહિત શર્મા અને વિરાટ કોહલી ટૉપ-5 બેટર્સમાં સ્થાન જાળવી રાખ્યું છે.

અક્ષરે ઇંગ્લેન્ડ સામે મેચ જીતાડી

ઇંગ્લેન્ડ સામેની પ્રથમ વન-ડેમાં અક્ષર પટેલે પહેલા 4 વિકેટ લીધી, પછી 52 બોલમાં અણનમ 57 રનની મેચ વિનિંગ ઇનિંગ રમીને પ્લેયર ઑફ ધ મેચનો એવોર્ડ જીત્યો. તેના આ ઓલરાઉન્ડ પ્રદર્શનની અસર ICCની તાજેતરની વન-ડે રેન્કિંગમાં પણ જોવા મળી. અક્ષર બેટર્સની રેન્કિંગમાં 18 સ્થાનની છલાંગ લગાવીને 73મા, બોલરોમાં બે સ્થાનના સુધારા સાથે 42મા અને ઓલરાઉન્ડર રેન્કિંગમાં ત્રણ સ્થાન ઉપર ચઢીને નવમા નંબર પર પહોંચ્યો છે.

213 રેટિંગ પોઇન્ટ્સ સાથે તે તેની કારકિર્દીની શ્રેષ્ઠ રેન્કિંગ પર છે. આ પહેલા તે 7 જુલાઈએ જાહેર થયેલી રેન્કિંગમાં 12મા સ્થાને પહોંચ્યો હતો. આ યાદીમાં અફઘાનિસ્તાનો અઝમતુલ્લાહ ઓમરઝાઈ 316 પોઇન્ટ્સ સાથે ટોચ પર છે. જ્યારે, મેચ જીતાડવામાં મહત્વની ભૂમિકા ભજવનાર વોશિંગ્ટન સુંદર બેટર્સની રેન્કિંગમાં 177મા અને ઓલરાઉન્ડર રેન્કિંગમાં 55મા સ્થાને પહોંચી ગયો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *