રાજકોટમાં જનજનની સુખાકારી અને પ્રગતિની નેમ સાથે વડાપ્રધાન મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજકોટના અટલ બિહારી વાજપેયી ઓડિટોરિયમ ખાતે મેયર પેઢડીયાના અધ્યક્ષસ્થાને અને લોકસભાના સાંસદ પુરૂષોત્તમ રૂપાલાની ઉપસ્થિતિમાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેર કક્ષાનો “ગરીબ કલ્યાણ મેળો યોજાયો હતો. મેળામાં વિવિધ યોજનાના 1622 લાભાર્થીઓને રૂ.2.57 કરોડની સહાય આપવામાં આવી હતી તેમજ અત્યાર સુધી 42 હજારથી વધારે લાભાર્થીઓને રૂ. 88.5 કરોડની સહાય-કીટ-લાભનુ વિતરણ કરાયું હતું.