કોઠારિયા રોડ પર તાવમાં પટકાયેલા બાળકનું મોત

શહેરમાં રોગચાળો બેકાબૂ બન્યો હોય તેમ કોઠારિયા રોડ પર રણુજા મંદિર પાસે રહેતા દિવ્યરાજ નીતિનભાઇ નગૈયા (ઉ.11)ને છેલ્લા બે દિવસથી તાવ આવતો હોય તેના વિસ્તારમાં દવાખાનામાંથી સારવાર ચાલુ હોય દરમિયાન ઘેર અચાનક બેભાન થઇ જતા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો જેનું સારવાર મળે તે પહેલાં જ મોત નીપજ્યું હતું.

બીજા બનાવમાં નાનામવા રોડ પર ગાંધીનગર સોસાયટીમાં રહેતા અભી હરેશભાઇ ઝાલાવડિયા (ઉ.23) મિત્રના લગ્નમાંથી મોડીરાતે ઘરે આવ્યો હતો અને સુઈ ગયા બાદ સવારે તેના પરિવારે જગાડવા જતા નહીં ઉઠતા તેને સારવાર માટે ખસેડાયો હતો પરંતુ તેનું મૃત્યુ થયું હતું. જયારે અન્ય બનાવમાં 150 ફુટ રીંગ રોડ પર હિમાલય સોસાયટીમાં રહેતા અવધીબેન નારણભાઇ જેઠવા (ઉ.28) સવારે તેના ઘેર નાસ્તો કરતા હતા ત્યારે અચાનક બેભાન થઇ જતા તેને સારવાર માટે ખસેડાયા હતા. જેનુ મોત નિપજતા તાલુકા પોલીસે કાર્યવાહી કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *