પ્રેમસંબંધનો ખાર રાખી મામા-ભાણેજ પર હુમલો

રૈયા રોડ પર હનુમાન મઢી પાસે છોટુનગરમાં રહેતા પ્રદીપભાઇ પરસોત્તમભાઇ મોસપરા (ઉ.20) હનુમાન મઢી પાસે હતો ત્યારે પાડોશમાં રહેતા મહાદેવ કુવરિયા પોતાની પાસે આવી મારી દીકરીને હેરાન કરવાનું હવે બંધ કરી દેજે તેમ કહી ફડાકા મારી દીધા હતા, બાદમાં ઘરે આવી તેના પિતાને વાત કરી હતી. બાદમાં તેને સમજાવવા જતા તેના અને તેના પિતા સાથે મહાદેવ કુવરિયા, પ્રવીણ કુવરિયા, સમેસા એ ઝઘડો કરતાં તેના મામા વિજય નાનુભાઇ ચીચડિયા તેને છોડાવવા જતા તેને મારકૂટ કર્યાની ફરિયાદ સાથે સિવિલમાં ખસેડાતા પોલીસે ત્રણેય સામે ગુનો નોંધ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *