ઇંગ્લેન્ડ પ્રવાસ પર અર્શદીપ ઘાયલ!

લેફ્ટ આર્મ પેસર બોલર અર્શદીપ સિંહ, જેમણે હજુ સુધી ટીમ ઈન્ડિયા માટે ટેસ્ટ ડેબ્યૂ કર્યું નથી, તે લંડનમાં પ્રેક્ટિસ દરમિયાન ઘાયલ થયો હતો. સહાયક કોચ રાયન ટેન ડોશેટે સમાચાર એજન્સી ANIને જણાવ્યું હતું કે, “બોલિંગ કરતી વખતે તેના હાથમાં ઈજા થઈ હતી. આ પછી, તે પ્રેક્ટિસ સેશનમાં ભાગ લઈ શક્યો નહીં.”

ટીમ ઈન્ડિયા 14 જુલાઈના રોજ લંડનના લોર્ડ્સ સ્ટેડિયમ ખાતે ઇંગ્લેન્ડ સામે એન્ડરસન-તેંડુલકર ટ્રોફીની ત્રીજી ટેસ્ટ હારી ગઈ હતી. ટીમે બે દિવસના આરામ બાદ પ્રેક્ટિસ શરૂ કરી હતી, જેમાં અર્શદીપ ઘાયલ થયો હતો.

બોલિંગ કરતી વખતે ઈજા થઈ ગુરુવારે ચોથી ટેસ્ટ માટે અર્શદીપ સિંહ પ્રેક્ટિસ કરી રહ્યો હતો. બોલિંગ કરતી વખતે, બોલ રોકવાનો પ્રયાસ કરતી વખતે તેને ઈજા થઈ. ટેન ડોશેટે કહ્યું કે બોલિંગ કરતી વખતે અર્શદીપના હાથમાં ઘા થયો હતો. આ ઘા કેટલો ઊંડો છે તે તપાસ પછી જ ખબર પડશે. જો તેને હાથ પર ટાંકા લેવાની જરૂર પડશે, તો તેના માટે પ્રેક્ટિસ કરવી મુશ્કેલ બનશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *