અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પાકિસ્તાન સાથે ઓઈલ ડીલની જાહેરાત કરી છે. આ ડીલ હેઠળ પાકિસ્તાનના ઓઈલ ભંડારનો વિકાસ કરવામાં આવશે. તેમણે એવો પણ દાવો કર્યો હતો કે પાકિસ્તાન ભવિષ્યમાં ભારતને ઓઈલ વેચી શકે છે.
ગયા વર્ષે સપ્ટેમ્બરમાં પાકિસ્તાનની દરિયાઈ સરહદમાં ઓઈલ અને ગેસનો મોટો ભંડાર મળી આવ્યો હતો. પાકિસ્તાની મીડિયા હાઉસ ડોન મુજબ, એક મિત્ર દેશ સાથે મળીને આ વિસ્તારમાં 3 વર્ષ સુધી એક સર્વે કરવામાં આવ્યો હતો. આ પછી, ઓઈલ અને ગેસનો ભંડાર હોવાની પુષ્ટિ થઈ હતી.
કેટલાક ડેટા અનુસાર, આ ભંડાર વિશ્વનો ચોથો સૌથી મોટો ઓઈલ અને ગેસનો ભંડાર હશે. હાલમાં, વેનેઝુએલા પાસે સૌથી મોટો ઓઈલ રિઝર્વ છે, જેમાં 34 લાખ બેરલ ઓઈલ છે. તેમજ, અમેરિકા પાસે સૌથી શુદ્ધ ઓઈલ ભંડાર છે, જેનો હજુ સુધી ઉપયોગ થયો નથી.