AAPએ નવા હોદ્દેદારોની નિમણૂક કરી

આમ આદમી પાર્ટી આગામી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને મહાનગરપાલિકા જેવી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે સંપૂર્ણ તૈયારી સાથે મેદાનમાં ઉતરશે. જેની તૈયારીઓના ભાગરૂપે નવા હોદ્દેદારોની નિમણૂંક કરવામાં આવી છે. આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રભારી ગોપાલ રાય, પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી અને પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાની આગેવાનીમાં આજે આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ સંગઠન, લોકસભા સંગઠન, જિલ્લા સંગઠન તથા વિધાનસભા સંગઠનમાં નવા હોદ્દેદારોની મહત્વપૂર્ણ નિયુક્તિ કરવામાં આવી છે.

રાજ્ય સ્તરે મહેન્દ્ર નાવડિયાની સ્ટેટ જોઈન્ટ સેક્રેટરી (મેઇન વિંગ) તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. લોકસભા માટે છોટાઉદેપુરના લોકસભા ઇન્ચાર્જ તરીકે મુકેશ બારિયાની નિમણૂંક કરી છે. ધર્મેશ ભંડેરીની સુરત શહેર પ્રમુખ, રાધિકાબેન રઠવાની છોટા ઉદેપુર જિલ્લા પ્રમુખ અને રાજેન્દ્રકુમાર ચાવડાની આણંદ જિલ્લા સેક્રેટરી તરીકે નિયુક્તિ કરવામાં આવી છે.

વિધાનસભા સ્તરે વટવા, રાજુલા, અંકલાવ, પેટલાદ, ઉમરેઠ, નિઝર, ભાવનગર પૂર્વ, પાલીતાણા, જામનગર દક્ષિણ, જુનાગઢ, તાલાલા, મોરબી, ચોર્યાસી, ચાણસ્મા, કેશોદ, ખેડબ્રહ્મા, કારંજ, ઓલપાડ, સુરત પૂર્વ, સુરત પશ્ચિમ, સુરત ઉત્તર, વરાછા રોડ, અકોટા, સયાજીગંજ, વાઘોડિયા, ધરમપુર, કપરાડા, ઉમરગામ વિધાનસભામાં વિધાનસભા ઇન્ચાર્જ અને કો-ઇન્ચાર્જની નિયુક્તિ કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *