નોકરી પર યુવકને હાર્ટ એટેક

અમરેલીના વડીયાનો વતની અને છેલ્લા દોઢ માસથી મેટોડા GIDCમાં આવેલી કંપનીમાં સુપરવાઇઝર તરીકે કામ કરતો 20 વર્ષીય હર્ષિત પ્રભુદાસભાઈ ઉમરાણીયા નામનો યુવાન કંપનીમાં નોકરી ઉપર હતો, ત્યારે તેને અચાનક હૃદયરોગનો હુમલો આવતા બેભાન હાલતમાં ઢળી પડ્યો હતો. યુવકને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં યુવકનું મોત નીપજ્યું હતું. મૃતક દર્શિત ઉમરાણીયા તેના માતા-પિતાનો આધારસ્તંભ અને ત્રણ બહેનોનો એકનો એક ભાઈ હોવાનું સામે આવ્યું છે. પ્રાથમિક તપાસમાં હાર્ટ એટેક આવ્યો હોવાનું સામે આવતા પોલીસે મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *