ભારતીય જનતા પાર્ટીએ શુક્રવારે પુડુચેરી અને તામિલનાડુના લોકસભા ઉમેદવારોની ચોથી યાદી જાહેર કરી છે. એમાં 15 નામ જાહેર કરાયાં છે. ત્રીજી યાદી ગઈકાલે જાહેર કરવામાં આવી હતી.
ભાજપની ત્રીજી યાદીમાં તામિલનાડુથી 9 ઉમેદવારની જાહેરાત કરવામાં આવી હતી. એમાં તેલંગાણાના રાજ્યપાલ રહી ચૂકેલા તમિલિસાઈ સૌંદરારાજનને ચેન્નઈ સાઉથથી ટિકિટ આપવામાં આવી છે. રાજ્ય ભાજપના અધ્યક્ષ કે. અન્નામલાઈને કોઈમ્બતોરથી અને કેન્દ્રીય મંત્રી એલ. મુરુગનને નીલગિરિથી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.

તામિલનાડુમાં લોકસભાની કુલ 39 બેઠક છે, જેમાંથી ભાજપે 10 પીએમકેને આપી છે. પાર્ટીએ અત્યારસુધી 276 સીટ માટે ઉમેદવારોની જાહેરાત કરી હતી.