ઉપલેટાના મેરવદરમાં 2021માં 4 શખસે યુવકને માર મારતા કોર્ટે સજા ફટકાટી

રાજકોટ જિલ્લાની ધોરાજી સેશન્સ કોર્ટે ઉપલેટાના મેરવદર ગામે વર્ષ 2021માં દુકાનની અંદર થયેલી મારામારીના બનાવમાં 4 આરોપીને 10 વર્ષની સખત કેદની સજા સાથે 5,000નો દંડ ફટકારતો હુકમ કર્યો છે. ઉપલેટાના મેરવદર ગામે 23મી ડિસેમ્બર 2021ના અંગત અદાવતમાં સબમર્શિબલની નસીબ ઇલેક્ટ્રિક દુકાનમાં ઘૂસી અલ્તાફભાઈને પાઇપથી ઢોર માર માર્યો હતો. જેનાં CCTV પણ સામે આવ્યા હતા. પોલીસ તપાસ બાદ આ CCTV કોર્ટમાં રજૂ થયા હતા. જેના આધારે ધોરાજી સેસન્સ કોર્ટે આજે 3 વર્ષ બાદ ચારેય આરોપીઓને આકરી સજા ફટકારતો હુકમ કર્યો છે.

ધોરાજી સેશન્સ કોર્ટનાં એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટર કાર્તિકેય પારેખે જણાવ્યુ હતું કે, ઉપલેટા તાલુકાના મેરવદર ગામે મોટર રીવાઇડીંગની દુકાનમાં વર્ષ 2021માં અંગત અદાલતમાં મારામારીનો એક બનાવ બન્યો હતો. જેમાં એક વ્યક્તિને ગંભીર રીતે ઇજા પહોંચાડવામાં આવી હોવાનું સામે આવ્યું હતું. જેમાં એક વ્યક્તિને ગંભીર રીતે મારમારી છરી, પાઇપ સહિતના હથિયાર વડે હુમલો કરી ગંભીર રીતે ઇજાઓ પહોંચાડવામાં આવી હતી, ત્યારે આ અંગેની પોલીસ ફરિયાદ ભાયાવદર પોલીસ મથકમાં નોંધાવી હતી. જેમાં પોલીસ ફરિયાદ નોંધાયા બાદ ભાયાવદર પોલીસમાં આરોપીઓ સામે IPC કલમ 307, 324, 326, 506(2), 455, 114 તેમજ G.P. એકટ 135 મુજબની કલમ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *