રાજકોટમાં દર્શન કરી પરત ફરતા કાકા-ભત્રીજાનો અકસ્માત, એકનું મોત

શહેરના ચુનારાવાડ વિસ્તારના યુવકનું હિરાસર નજીક અકસ્માતમાં મૃત્યુ થયું હતું. યુવક અને તેના કાકા થાનના કાશિયામાળા ગામે મઢે દર્શન કરવા ગયા હતા અને ત્યાંથી પરત ફરતા હતા ત્યારે હિરાસર નજીક કારે બાઇકને ઠોકરે લેતા યુવકની જિંદગીનો અંત આવી ગયો હતો.ચુનારાવાડ વિસ્તારની શ્રમજીવી સોસાયટીમાં રહેતા મહેશભાઇ પ્રવીણભાઇ રંગપરા (ઉ.વ.40) અને તેના કાકા અરજણભાઇ રણછોડભાઇ રંગપરા (ઉ.વ.50) ગત તા.17ના બાઇકમાં થાના કાશિયામાળા ગામે બૂટભવાની આશ્રમે દર્શન કરવા ગયા હતા અને દર્શન કરી એજ દિવસે કાકા-ભત્રીજો બાઇકમાં પરત રાજકોટ આવવા નીકળ્યા હતા.

કાકા-ભત્રીજો બંને હિરાસર નજીક પહોંચ્યા હતા ત્યારે પૂરપાટ ઝડપે ધસી આવેલી કારે બાઇકને ઠોકરે લીધું હતું. અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા મહેશભાઇ રંગપરાને ગંભીર ઇજા થતાં હોસ્પિટલમાં ખસેડાયા હતા જેનું સારવાર દરમિયાન સોમવારે મૃત્યુ થયું હતું, જ્યારે તેના કાકા અરજણભાઇને પણ ઇજા થઇ હતી. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, મહેશભાઇ બે ભાઇ અને બે બહેનમાં નાના હતા અને તેમને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. બનાવથી રંગપરા પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *