રાજકોટની જય કિશાન ડેરી ફાર્મનો મિક્સ દૂધનો નમૂનો ફેઈલ

રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા ભક્તિનગર સર્કલ સહિતના વિસ્તારોમાં કડક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં કોઠારીયા મેઇન રોડ ઉપર નંદા હોલ સામે આવેલી જય કિશાન ડેરી ફાર્મમાં પરસોતમ ધરમશીભાઈ લિંબાસીયા પાસેથી લેવામાં આવેલ ખાદ્યચીજ “મિક્સ દૂધ (લુઝ)” નો નમૂનો તપાસ બાદ પૃથ્થકરણ રિપોર્ટમાં SNFનું પ્રમાણ ધારાધોરણ કરતાં ઓછું તેમજ ફોરેન ફેટ (વેજીટેબલ ફેટ)ની હાજરી મળી આવતા નમૂનો સબસ્ટાન્ડર્ડ એટલે કે ફેઈલ જાહેર થયો છે. જે અંગે એજ્યુડિકેશન કાર્યવાહી એટલે કે અધિક નિવાસી કલેક્ટર સમક્ષ કેસ ચાલશે.

હાઈજેનિક કન્ડિશન જાળવવા બાબતે નોટિસ
આ ઉપરાંત ફૂડ વિભાગની ટીમ દ્વારા સર્વેલન્સ ચેકિંગ દરમિયાન 80 ફૂટ રોડ પર આવેલી ધ ગ્રાન્ડ ઠક્કર રેસ્ટોરેન્ટમાં તપાસ કરતાં બાફેલા તેમજ રાંધેલી વાસી સબ્જી, વાસી નુડલ્સ તથા વાસી ચટણી એમ અંદાજીત 5 કિલોનો અખાદ્ય જથ્થો મળી આવતાં તેનો સ્થળ પર નાશ કરવામાં આવ્યો હતો. તેમજ હાઈજેનિક કન્ડિશન જાળવવા બાબતે નોટિસ આપવામાં આવી હતી.

રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગની ટીમ તથા FSW વાન સાથે શહેરના મેઘાણી રંગ ભવન-હોકર્સ ઝોન વિસ્તારમાં આવેલ ખાદ્યચીજોનું વેચાણ કરતાં કુલ 28 ધંધાર્થીઓની ચકાસણી હાથ ધરવામાં આવી હતી. જેમાં 11 ધંધાર્થીઓને લાયસન્સ બાબતે સૂચના આપવામાં આવી તો ખાદ્ય ચીજોના 11 નમૂનાની સ્થળ પર ચકાસણી કરવામાં આવી હતી.

જેમાં મેઘાણી રંગ ભવન-હોકર્સ ઝોન વિસ્તારમાં આવેલ નાગપુરવાલા સ્પ્રિંગ પોટેટો, ચાઇનીઝ તડકા, બાલાજી ફૂડ, MD સેન્ડવીચ, ચાઇનીઝ તડકા, રાજુભાઈ પાણીપુરી સેન્ટર, સિધ્ધનાથ વડાપાઉં, જામનગરના પ્રખ્યાત ઘૂઘરા, સેવન ફાસ્ટફૂડ, ભાવેશ ઉલ્ટા વડાપાઉં અને ક્રિષ્ના બટેટા ભૂંગળાના માલિકને ફૂડ લાયસન્સ લેવા માટે કડક આદેશ અપાયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *