ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન 2 દિવસની સરકારી મુલાકાતે ભારત આવ્યા છે. મેક્રોન દિલ્હી જવાને બદલે પેરિસથી સીધા જયપુર પહોંચી ગયા છે. અહીં આમેર કિલ્લામાં તેમનું રાજસ્થાની શૈલીમાં સ્વાગત કરવામાં આવ્યું હતું.
આ સાથે જ વડાપ્રધાન પણ જયપુર પહોંચી ગયા છે. તેઓ જંતર-મંતર પર મેક્રોનનું સ્વાગત કરશે. બંને નેતાઓ અહીંથી રોડ શો કરશે. આ પછી તેઓ હવા મહેલની સામે ચા પર ચર્ચા પણ કરશે. રામબાગ હોટલમાં બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય ચર્ચા થશે. મેક્રોન રાત્રે દિલ્હી જવા રવાના થશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી જયપુરના જંતર-મંતર ખાતે હાજર છે. એક ગાઇડ તેમને ફરાવી રહ્યો છે. રાજસ્થાનના રાજકારણ સાથે સંકળાયેલ કોઈ નેતા તેમની સાથે નથી. થોડા સમય બાદ તેઓ ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોનને મળશે.