નોકરી કરતા લોકો માટે ખુશખબર! પગારમાં વધારો થશે

નોકરી કરતા લોકો માટે સારા સમાચાર છે. વૈશ્વિક તણાવ અને ઓપરેટિંગ ખર્ચ વધવા છતાં કંપનીઓ તેમના કર્મચારીઓના પગારમાં 9.1 ટકાનો વધારો કરી શકે છે. આ અનુમાન વૈશ્વિક પ્રોફેશનલ સર્વિસ ફર્મ એઓન (Aon)નું છે. આ વર્ષે 2026માં પગારમાં સરેરાશ 9%નો વધારો નોંધાયો હતો. હવે આગામી વર્ષે તેનાથી થોડું વધુ ઇન્ક્રિમેન્ટ થવાની આશા છે.

એઓને 45 ઉદ્યોગોની 1,200થી વધુ કંપનીઓના આંકડાઓનું વિશ્લેષણ કરીને આ સર્વે રિપોર્ટ તૈયાર કર્યો છે અને તેને Annual Salary Increase and Turnover Survey for India 2026-27 નામે જાહેર કર્યો છે.

રિપોર્ટ અનુસાર, ભારતમાં સ્થાનિક વપરાશ મજબૂત રહ્યો છે. કંપનીઓ તરફથી રોકાણ અને નિકાસ વૃદ્ધિ પણ વ્યવસાયમાં વિશ્વાસ વધારી રહી છે. તેનાથી કંપનીઓને કર્મચારીઓ પર ખર્ચ કરવામાં અને સાથે જ ખર્ચને નિયંત્રિત રાખવામાં મદદ મળી રહી છે.

એઓનના રિપોર્ટ અનુસાર, 2027માં એનબીએફસી ક્ષેત્રમાં સૌથી વધુ પગાર વધવાની સંભાવના છે. ત્યારબાદ એનર્જી, રિયલ એસ્ટેટ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રનો ક્રમ આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *