ભાજપ સરકારમાં ઇન્કમટેક્સની તિજોરી છલકાઈ

જ્યારે UPAની સરકાર હતી ત્યારે 2013-14માં આવકવેરા વિભાગને જે આવક થઈ હતી એની સામે NDA સરકારના 2014 પછીના શાસનમાં અત્યારસુધી કેટલી આવક વધી એનો હિસાબ-કિતાબ ટ્વિટર પર શેર કર્યો છે. આવકવેરા વિભાગને નેટ ડાયરેક્ટ ટેક્સ કલેક્શન અને ગ્રોસ ડાયરેક્ટ ટેક્સ કલેક્શનમાં સીધો ફાયદો થયો છે અને એના કારણે આવકવેરા વિભાગની તિજોરી છલકાઈ ગઈ છે. તો લોકોમાં ટેક્સ ભરવા માટે જાગૃતિ આવી છે અને રિટર્ન ભરનારાની સંખ્યા ઓલમોસ્ટ ડબલ થઈ ગઈ છે.

ગ્રોસ ડાયરેક્ટ ટેક્સ કલેક્શનમાં પણ તગડી આવક
કોઈ વ્યક્તિ, સંસ્થા કે કંપની ઈન્કમટેક્સ વિભાગને સીધો ટેક્સ ચૂકવે એને ડાયરેક્ટ ટેક્સ કહેવાય છે. આ ડાયરેક્ટ ટેક્સની ટોટલ રકમને ગ્રોસ ડાયરેક્ટ ટેક્સ કહેવાય છે. ટૂંકમાં, રિફંડ આપવાનું બાકી હોય અને કુલ રકમ ટેકસ રૂપે ઈન્કમટેક્સ પાસે આવી હોય એને ગ્રોસ ટેક્સ કહે છે. 2013-14માં ઈન્કમટેક્સ વિભાગને 7,21,604 કરોડ ગ્રોસ ટેક્સની આવક થઈ હતી અને એની સામે 2022-23માં 19,72,248 કરોડ રૂપિયા ઈન્કમ થઈ હતી. એ હિસાબે ગ્રોસ ડાયરેક્ટ ટેક્સમાં 173.31% ગ્રોથ થયો હતો.

પહેલા તો એ જાણીએ કે નેટ ડાયરેક્ટ ટેક્સ શું છે? ડાયરેક્ટ ટેક્સ એ ટેક્સ છે, જે વ્યક્તિ અથવા કંપની આવકવેરા વિભાગને સીધો ચૂકવે છે. આ કરમાં આવકવેરો, વાસ્તવિક મિલકતવેરો, વ્યક્તિગત મિલકતવેરો અને અસ્કયામતો પરના કરનો સમાવેશ થાય છે, કરદાતા સરકારને સીધો ચૂકવે છે. આ ટેક્સ ચૂકવ્યા પછી ટીડીએસ અને અન્ય કેસમાં રિફંડ આપવું પડે છે. ઈન્કમટેક્સ વિભાગ રિફંડ આપી દે પછી જે વધે એ નેટ ડાયરેક્ટ ટેક્સ છે.
ઈન્કમટેક્સ વિભાગે જે આંકડા જાહેર કર્યા એમાં 2013-14માં 6,38,596 કરોડ નેટ ડાયરેક્ટ ટેક્સ કલેક્શન થયું હતું, એની સામે વર્ષ 2022-23માં 16,63,686 કરોડ રૂપિયા વધારે નેટ ટેક્સ કલેક્શન થયું છે, એટલે દાયકામાં 10,25,090 કરોડ રૂપિયા આવકવેરાને ટેક્સરૂપે મળ્યા છે. એ હિસાબે 160.52% ગ્રોથ થયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *