અમેરિકા: ભાડુઆતોની સ્ટ્રાઇક; મકાન માલિક જ્યાં સુધી માગ પૂરી ન કરે ત્યાં સુધી ભાડું ટ્રસ્ટ ફંડમાં જમા કરાશે

અમેરિકાના સેન ફ્રાન્સિસ્કોમાં ભાડુઆત તેના મકાન માલિકને પડકારવા શ્રમ રણનીતિઓનો ઉપયોગ કરી રહ્યા છે. સેન ફ્રાન્સિસ્કો અપાર્ટમેન્ટના રહેવાસીઓનો નાનો સમૂહ ‘રેન્ટ સ્ટ્રાઇક’ પર છે. આશરે આઠ મહિનાથી 65 ભાડુઆતોએ માંગણીઓ પૂરી થવા સુધી માસિક ચૂકવણું રોકી રાખ્યું છે. તેના બદલે ભાડુઆત તેનું ભાડુ એક ટ્રસ્ટ ફંડમાં જમા કરાવી રહ્યા છે, જેથી માગણીઓ પૂરી થયા પછી મકાન માલિકને ચુકવણી કરવામાં આવશે. માગણીમાં મૂળભૂત સુવિધાઓમાં સુધાર, રિપેર જલ્દી કરાવવું, થોડો ચાર્જ ઘટાડવો વગેરે સામેલ છે. ન્યૂયોર્કની જેમ સેન ફ્રાન્સિસ્કોમાં પણ બે-તૃતીયાંશ પરિવાર ભાડાના ઘરોમાં રહે છે.

અહીંના રાજનેતા લાંબા સમયથી ભાડુઆતોને મતદાનનો આધાર માને છે. 2022માં રાજનેતાઓએ યુનિયન એટ હોમ, દેશમાં પોતાની રીતનો એક કાયદો પસાર કર્યો હતો. નવો કાયદો ભાડુઆતોને પોતાની એસોસિએશન બનાવા અને મકાન માલિકની સાથે સોદાબાજી કરવાનો અધિકાર આપે છે. અમેરિકાના અન્ય શહેરોમાં પણ ટેનેન્ટ એસોસિએશન છે, પરંતુ તે શહેરોના એસોસિએશન પાસે માંગણી કરવા અને સોદાબાજીનો અધિકાર નથી. ટેનેન્ટ એસોસિએશન બનાવામાં મદદ કરી રહેલી હોમ્સ ગેરેન્ટી કેમ્પેઇનની ડાયરેક્ટર તારા રધુવીરનું કહેવું છે, ‘મોટા ભાગના ભાડુઆત પોતાના મકાન માલિકને નથી ઓળખતા, કેમકે તે નામ અને ચહેરા વિનાની મોટી કંપનીઓ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *