PM મોદીએ લક્ષદ્વીપના દરિયામાં સ્નોર્કલિંગ કર્યું

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના લક્ષદ્વીપ પ્રવાસની રસપ્રદ તસવીરો શેર કરી છે. સ્નોર્કલિંગનો ફોટો શેર કરતા પીએમે કહ્યું કે લક્ષદ્વીપ એવા લોકોની યાદીમાં હોવું જોઈએ જે એડવેન્ચર કરવા માગે છે. મેં સ્નોર્કલિંગ કરવાનો પ્રયાસ કર્યો. આ એક આનંદદાયક અનુભવ હતો. પીએમ મોદીએ તેમના બીચ વોકની તસવીરો પણ શેર કરી છે. ફોટોમાં પીએમ ખુરશી પર બેસીને સમુદ્રનો નજારો જોતા જોવા મળે છે.

આ ઉપરાંત પીએમ મોદીએ કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓના લાભાર્થીઓ સાથે પણ વાતચીત કરી હતી. જેમાં આયુષ્માન ભારત, પીએમ-કિસાન, પીએમ-આવાસ અને કિસાન ક્રેડિટ કાર્ડ જેવી યોજનાઓનો લાભ લેનારા લોકોનો સમાવેશ થાય છે.

લક્ષદ્વીપ પ્રવાસનો ફોટો શેર કરતા પીએમ મોદીએ લખ્યું કે ‘લક્ષદ્વીપ માત્ર ટાપુઓનો સમૂહ નથી. તે પરંપરાઓનો વારસો છે અને તેના લોકોની ભાવનાનું પ્રમાણ છે. મારી સફર શીખવાની અને વિકાસની સમૃદ્ધ રહી છે.’

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *