સૌરાષ્ટ્ર-કચ્છ સહિત દક્ષિણ ગુજરાતમાં 8, 9 અને 10 જાન્યુઆરીએ વરસાદ પડવાની સંભાવના

આગામી સાત દિવસને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે. જેમાં હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, આગામી 3-4 દિવસ રાજ્યનું વાતાવરણ સુકુ રહેશે. ત્યારબાદ પાંચમાં દિવસથી રાજ્યના કેટલાક ભાગોમાં છુટો-છવાયો વરસાદ વરસી શકે છે. આગામી 8, 9 અને 10 જાન્યુઆરીએ સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વરસાદ વરસી શકે છે. તો સાથે જ ઠંડીનું જોર પણ યથાવત્ રહેશે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 8 જાન્યુઆરીએ સૌરાષ્ટ્રના જુનાગઢ, ગીર સોમનાથ અને દીવમાં વરસાદ પડવાની સંભાવના રહેલી છે. તો દક્ષિણ ગુજરાતમાં નવસારી, વલસાડ, ડાંગ, દમણ, દાદરા અને નગર હવેલીમાં પણ છુટો- છવાયો વરસાદ વરસે તેવી સંભાવના છે. ત્યારબાદ 9 જાન્યુઆરીએ ઉત્તર ગુજરાતના જિલ્લાઓ જેવા કે સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી, મહીસાગરમાં હળવો વરસાદ વરસી શકે છે. આગામી બે દિવસ દરમિયાન અમદાવાદ સહિત આસપાસના જિલ્લાઓમાં તાપમાન યથાવત્ રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *