દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં આમ આદમી પાર્ટી (AAP)ના રાજ્યસભા સાંસદ સંજય સિંહની ન્યાયિક કસ્ટડી આજે પૂરી થઈ રહી છે. સંજયને 10 નવેમ્બરે દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. જ્યાં તેની કસ્ટડી 24 નવેમ્બર સુધી લંબાવવામાં આવી હતી.
દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં સંજય સિંહ 52 દિવસથી કસ્ટડીમાં છે. EDએ 4 ઓક્ટોબરે સંજય સિંહની ધરપકડ કરી હતી. તેને 5 ઓક્ટોબરે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, જ્યાંથી તેને 10 ઓક્ટોબર સુધીના રિમાન્ડ પર મોકલવામાં આવ્યો હતો.
10 ઓક્ટોબરે સંજય સિંહના રિમાન્ડ વધુ 3 દિવસ માટે લંબાવવામાં આવ્યા હતા. ત્યારબાદ 13 ઓક્ટોબરે કોર્ટે તેને 27 ઓક્ટોબર સુધી જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધો હતો. આ પછી તેની ન્યાયિક કસ્ટડી 10 નવેમ્બર સુધી લંબાવવામાં આવી હતી. બાદમાં કસ્ટડી 24 નવેમ્બર સુધી લંબાવવામાં આવી હતી.