કુખ્યાત બિલાલ ગેરકાયદે હથિયાર સાથે ઝડપાયો

રાજકોટ શહેર SOG ટીમે ગેરકાયદે હથિયાર સાથે કુખ્યાત બિલાલ ઉઠામણાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આરોપી બિલાલ છેલ્લા કેટલાક સમયથી પોતાની પાસે હથિયાર રાખતો હતો અને આ હથિયાર સાથે ફોટો પોલીસને હાથે લાગતા પોલીસે વોચ ગોઠવી આજરોજ તેને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ તપાસમાં આરોપીને ચોટીલા કોઈ સાથે માથાકૂટ થઇ હોવાથી હથિયાર ઇમરાન ઉર્ફે બાપુડી સૈયદ પાસેથી લાવ્યો હોવાની કબૂલાત આપતા પોલીસે આરોપી ઇમરાનની શોધખોળ હાથ ધરી છે.

ઉલ્લેખનીય છે કે ફરાર આરોપી ઇમરાન ઉર્ફે બાપુડી પેંડા ગેંગનો સાગરીત છે અને તે અગાઉ SRP મેનની રાયફલ ઝૂંટવી અનેક લૂંટના ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુક્યો છે.

સબંધીને માથાકૂટ થતા આરોપીએ હથિયાર ખરીદ કર્યાનું રટણ
રાજકોટ શહેર SOG ટિમ પેટ્રોલિંગમાં હતી આ દરમિયાન ચોક્કસ બાતમીના આધારે શહેરના નર્મદા પાર્ક શેરી નંબર 2માં આવેલ ફ્લેટમાંથી આરોપી બિલાલ દિલાવરભાઈ ઉઠામણાને ઝડપી પાડી તેની અંગઝડતી કરતા તેની પાસેથી એક દેશી બનાવટની પિસ્તોલ તથા બે જીવતા કાર્ટિસ મળી આવ્યા હતા જેથી આરોપી બિલાલની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આરોપી બિલાલે પોલીસ પુછપરછમાં કબૂલાત આપી હતી કે ચોટીલા રહેતા તેમના સબંધીને કોઈ સાથે માથાકૂટ થતા બિલાલે હથિયાર ખરીદ કરી અને ચોટીલા ખાતે માથાકૂટ કરવા પણ ગયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *