રેસકોર્સ પાર્કમાં વૃદ્ધા દ્વારા ચલાવવામાં આવતા કુટણખાનાનો પર્દાફાશ

રાજકોટ શહેરમાં દેહવ્યાપારના દૂષણને દૂર કરવા એન્ટી હ્યુમન ટ્રાફિકીંગ યુનિટ (AHTU)ની ટીમે શહેરના પોષ વિસ્તાર સમા રેસકોર્સ પાર્કમાં રિંગ રોડ આવેલ ફ્લેટમાં વૃદ્ધા દ્વારા ચલાવવામાં આવતા કૂટણખાનાનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. પોલીસ તપાસમાં ફ્લેટમાં વૃદ્ધા બહારથી મહિલાઓ બોલાવી સેક્સ રેકેટ ચલાવતી હતી, જેમાં ગ્રાહક દીઠ રૂ.1000 વસૂલી રૂ.500 લલનાને આપી બાકીના રૂ.500 કમિશન પેટે પોતે રાખતી હોવાનું સામે આવતા પોલીસે વૃદ્ધાની ધરપકડ કરી છે.

ડમી ગ્રાહક મોકલી દરોડો પાડ્યો
રાજકોટ શહેર એન્ટી હ્યુમન ટ્રાફિકીંગ યુનિટ ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે, રેષકોર્ષ પાર્કમાં એક મહિલા પોતાના ફ્લેટમાં બહારથી ગ્રાહક બોલાવી દેહવ્યાપારનો ધંધો કરાવે છે, જેથી સ્થળ પર ડમી ગ્રાહક મોકલી દરોડો પાડતા ફ્લેટ ધારક મહિલા શિલ્પા માણેક પોતે બહારગામથી મહિલાઓને બોલાવી પોતાના ફ્લેટમાં રાખી બહારથી ગ્રાહકો બોલાવી દેહ વ્યાપારનો ધંધો કરાવી આર્થીક લાભ મેળવતા હોવાનું સામે આવ્યું હતું.

ગ્રાહકોને બહારથી બોલાવી અડધા પૈસા પોતે રાખી લેતી હતી
પોલીસ તપાસમાં કુટણખાનું ચલાવનાર 60 વર્ષીય શિલ્પાબેન ગીરીશભાઇ માણેક પોતે કોઠારીયા મેઈન રોડ પર મેહુલનગરમાં રહેતી હોવાનું સામે આવ્યું છે. પોતે રેસકોર્સ પાર્કમાં ફ્લેટ ખાતે માંડા ડુંગર વિસ્તારમાં રહેતી મહિલાને બોલાવી બાદમાં બહારથી ગ્રાહકો બોલાવી તેની પાસે દેહવ્યાપારનો ધંધો કરાવતી હતી. જેમાં ગ્રાહકદીઠ રૂ.1000 લઇ તેમાથી લલનાને રૂ.500 આપી બાકીના રૂ.500 કમીશન પેટે પોતે આર્થીક કમાણી કરી પોતાનો જીવન નીર્વાહ ચલાવતી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *