ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે બીજી ટેસ્ટ ક્રાઇસ્ટચર્ચના હેગલી ઓવલ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. ભારતીય ટીમે ટૉસ જીતીને બોલિંગ લીધી. જેમાં પહેલી બેટિંગ કરી રહેલી ન્યૂઝીલેન્ડને સતત 3 ઓવરમાં 3 ઝટકા આપીને કમબેક કર્યું.
રચિન રવીન્દ્ર 0, હેનરી નિકોલ્સ 16, કેપ્ટન ટોમ લેથમ 59 અને ડેવોન કોનવે 31 રન બનાવીને આઉટ થયા. પહેલા દિવસના બીજા સેશનમાં કિવીઝનો સ્કોર 119/4 છે. ડેરીલ મિચેલ અને ટોમ બ્લન્ડેલ ક્રિઝ પર છે.
લંચ બ્રેકથી બરાબર પહેલા ગુરનૂર બરારે ભારતને પહેલી વિકેટ અપાવી. તેણે ડેવોન કોનવેને LBW કર્યો અને ઓપનિંગ ભાગીદારી તોડી.
44મી ઓવરના છઠ્ઠા બોલ પર આકાશદીપે રચિન રવીન્દ્રને આઉટ કરી દીધો. રિષભ પંતે રચિનનો કેચ પકડ્યો. રચિન 9 બોલમાં ખાતું ખોલાવ્યા વગર આઉટ થયો. ન્યૂઝીલેન્ડે 110 રન પર ચોથી વિકેટ ગુમાવી દીધી.