ટોપ-20 VFX ફિલ્મોમાં સામેલ, એવેન્જર્સ-ઓડિસી સાથે મુકાબલો

બોલિવૂડ ફિલ્મ ‘રામાયણ’ ઓસ્કર 2027ની રેસમાં સામેલ થઈ ગઈ છે. આ ફિલ્મે બેસ્ટ વિઝ્યુઅલ ઇફેક્ટ્સ (VFX) કેટેગરીની ટોપ-20 ફિલ્મોમાં સ્થાન બનાવી લીધું છે.

રિપોર્ટ્સ મુજબ, 99મા એકેડેમી એવોર્ડ્સની વિઝ્યુઅલ ઇફેક્ટ્સ શાખાએ 20 ફિલ્મોની યાદી તૈયાર કરી લીધી છે, જોકે સત્તાવાર યાદી હજુ જાહેર કરવામાં આવી નથી. ‘રામાયણ’નો મુકાબલો ‘એવેન્જર્સ- ડૂમ્સડે’, ‘ઓડિસી’ અને ‘ડ્યૂન 3’ જેવી ફિલ્મો સાથે થશે.

‘રામાયણ’માં વિઝ્યુઅલ ઇફેક્ટ્સનું કામ DNEG અને યશની મોન્સ્ટર માઇન્ડ ક્રિએશન્સે કર્યું છે. DNEGના માલિક નમિત મલ્હોત્રા છે. DNEGએ અગાઉ ‘ડ્યૂન’, ‘ઇન્ટરસ્ટેલર’ અને ‘ઇન્સેપ્શન’ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે.

‘રામાયણ’ ઓસ્કરની લોંગલિસ્ટમાં સામેલ થઈ છે. શોર્ટલિસ્ટ માટે મતદાન 7થી 11 ડિસેમ્બર સુધી ચાલશે અને 15 ડિસેમ્બરે જાહેરાત થશે. અંતિમ નામાંકન 21 જાન્યુઆરી 2027ના રોજ જાહેર થશે, જ્યારે 99મો એકેડેમી એવોર્ડ્સ સમારોહ 14 માર્ચ 2027ના રોજ યોજાશે.

વિઝ્યુઅલ ઇફેક્ટ્સ કેટેગરીમાં સામેલ કરવામાં આવેલી 20 ફિલ્મોમાંથી 5 ફિલ્મોમાં DNEG કંપનીએ VFX પ્રોડક્શનનું કામ કર્યું છે. ઓસ્કરની આ દોડ ઉપરાંત ‘રામાયણ’ને આવતા વર્ષે યોજાનારા ક્રિટિક્સ ચૉઇસ એવોર્ડ્સમાં પણ બેસ્ટ વિઝ્યુઅલ ઇફેક્ટ્સ અને બેસ્ટ સ્ટન્ટ ડિઝાઇન શ્રેણીઓ માટે શોર્ટલિસ્ટ કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *