ટેક જગતની સૌથી મોટી કંપની Nvidiaમાં છેલ્લા બે અઠવાડિયાથી ચાલી રહેલા હાઈ-વોલ્ટેજ કોર્પોરેટ ડ્રામાનો આખરે અંત આવ્યો છે. શંકાસ્પદ ચીની જાસૂસ સાથેના અફેરના વિવાદ બાદ રાજીનામું આપનારા જેન્સન હુઆંગને કંપનીના બોર્ડે સર્વસંમતિથી ફરી એકવાર પ્રેસિડેન્ટ, CEO અને બોર્ડ મેમ્બર તરીકે નિયુક્ત કર્યા છે.
નવાઈની વાત એ છે કે, જે બોર્ડે 17 નવેમ્બરે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે હુઆંગને પરત લેવાનો કોઈ ઈરાદો નથી, તે જ બોર્ડે માત્ર 6 દિવસમાં પોતાનો નિર્ણય પલટી નાખ્યો. આ નિર્ણય આવતાની સાથે જ પ્રી-માર્કેટ ટ્રેડિંગમાં Nvidiaના શેર 30%થી વધુ ઉછળ્યા છે.
જેન્સન હુઆંગની વાપસી પાછળ સૌથી મોટું પરિબળ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ રહ્યા છે. હુઆંગના રાજીનામા બાદ ટ્રમ્પે તેમને ‘લિજેન્ડ’ ગણાવ્યા હતા અને વાપસીની જાહેરાત થતા જ સોશિયલ મીડિયા પર લખ્યું કે, “અમેરિકન અર્થતંત્ર અને કંપનીની સમૃદ્ધિ માટે દેશને જેન્સનના નેતૃત્વની જરૂર છે.”