રાહુલ ગાંધી અને વિપક્ષી નેતાઓ દ્વારા 12 ઑક્ટોબરે સુપ્રીમ કોર્ટ સુધી કાઢવામાં આવેલી માર્ચના વિરોધમાં આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થશે. આ મામલે અગાઉની સુનાવણી 15 ઑક્ટોબરે થઈ હતી.
કોર્ટે રાહુલ ગાંધી, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવ અને અન્ય વિપક્ષી નેતાઓને નોટિસ જારી કરી હતી.
સુનાવણી દરમિયાન CJI સૂર્યકાંતે કહ્યું હતું, કોઈ પણ વ્યક્તિ કોર્ટને ડરાવી-ધમકાવીને દબાણમાં લાવી શકે નહીં. આવા પ્રયાસો વ્યર્થ છે. તેના પર કોઈ ધ્યાન આપતું નથી.
અમને ખબર છે કે કોર્ટની બહાર શું કહેવામાં આવી રહ્યું છે અને કોર્ટની અંદર શું કહેવામાં આવી રહ્યું છે. અમે કોઈ કાલ્પનિક દુનિયામાં જીવી રહ્યા નથી. અમને દરેક વાતની જાણકારી છે.
11 ઓક્ટોબરે વિપક્ષી સાંસદોએ ભારતના મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતને પત્ર લખ્યો હતો અને આવેદનપત્ર સોંપવા માટે સમય માંગ્યો હતો. સીજેઆઈએ ના પાડી દીધી હતી.
ત્યારબાદ રાહુલ, પ્રિયંકા, ખડગે સહિત અન્ય વિપક્ષી સાંસદો 12 ઓક્ટોબરની સાંજે અચાનક સુપ્રીમ કોર્ટની અંદર પહોંચી ગયા હતા. તે પહેલાં સાંસદોએ દિલ્હીના બારાખંભા રોડથી સુપ્રીમ કોર્ટ સુધી કૂચ કાઢી હતી. ત્યારબાદ કોર્ટની અંદર જઈને SIR વિરુદ્ધ અરજી દાખલ કરી હતી.